અઠાવન “અરે જયરાજ? આવ આવ.” પ્રમોદરાયે દરવાજો ખોલ્યો તો સામે જયરાજ ઉભો હતો. “વોઝ જસ્ટ પાસિંગ બાય, તો થયું તમને મળતો જાઉં એન્ડ હેવ સમ ટી!” જયરાજ જ્યાં ઉભો હતો ત્યાં જ ઉભા ઉભા બોલ્યો. “વ્હાય નોટ, પ્લીઝ કમ ઇન!” આટલું કહીને પ્રમોદરાયે જયરાજને અંદર આવવાનો ઈશારો કર્યો. જયરાજનું અંદર આવવું અને સુંદરીનું રસોડાંમાંથી રસોઈ બનાવીને બહાર આવવું બંને ઘટનાઓ સાથેજ બની. જયરાજને આમ અચાનક જ પોતાને ઘેર આવેલો જોતાં સુંદરીને નવાઈ લાગી અને થોડું ગમ્યું પણ નહીં. સુંદરીને જયરાજની કુટિલ યોજનાની બિલકુલ ખબર ન હતી એટલે તેણે જયરાજ સામે સ્મિત કર્યું. “સર, તમે? આ સમયે?” સુંદરીએ નવાઈ સાથે