થોડીરમૂજ - ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા - 2

(17)
  • 4.3k
  • 1.3k

#થોડીરમૂજ ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા Episode 2 The Dream Date 14 ફેબ્રુઆરી 2020, વેલેન્ટાઈન ડે, તમને તો ખ્યાલ જ હશે કે આ દિવસે આપણા દેશમાં પ્રેમની નદીઓ વહે નદીઓ અને એ નદીમાં કુંવારી માછલીઓ અને વાંઢા માછલાઓ હોંશે હોંશે તરવા લાગે પણ આજકાલ હવે તે દિવસે મગર પણ ફરતા જોવા મળે છે. (બજરંગ દળ વાળાઓ માતૃભારતી પર હોય ખરા? નહીતો આ વાક્ય જરાક બદલી કાઢું) . વિદેશમાં તો ક્યારેય આ દિવસનો કોઈ ખાસ પ્રભાવ જોવા નથી મળ્યો પણ આપણા દેશમાં હલકફાડુદાઓ જાણે આજના દિવસે કોઈને ફ્રેંડશીપ બેલ્ટ નહિ બાંધે તો વાંઢા જ સ્વર્ગ સિધવાના હોય એ રીતે દોડમદોડ