ઉડતો પહાડ - 3

  • 5.6k
  • 1
  • 2.1k

ઉડતો પહાડ ભાગ 3 પાંચ મિત્રો અને તેમની શક્તિઓ સવારનો પહોર હતો અને સૂરજના પ્રથમ કિરણોની સાથે જ પક્ષીઓના મધુર કલરવના સંગીત થી સિંહાલય નું નીલું આકાશ ગુંજી ઉઠ્યું. આજે સિંહાલયની આબોહવા માં ગજબનો આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો હતો. કેમ ના હોય? આજે તો સૌનો પ્રિય એવો ચંદ્ર પ્રકાશ ઉતસ્વ જો હતો. સૌ કોઈ પોતપાતની રીતે ઉજવણી ની તૈયારીઓ માં મગ્ન હતા, એ વાત થી તદ્દન અજાણ કે પાંચ તોફાની મિત્રોએ ચંદ્ર ને પકડવાં ષડયંત્ર ઘડી કાઢ્યું છે. અને જો તે પાંચ મિત્રો ચંદ્ર ને પકડવામાં સફળ થઇ ગયા તો કદાચ સિંહાલયનું ભવિષ્ય કાયમને માટે બદલાઈ શકે