રાજકારણની રાણી - ૩૧

(62)
  • 6k
  • 2
  • 3.4k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૧રવિનાને થયું કે જતિન કોઇ ચાલ રમીને પચીસ લાખ રૂપિયા પડાવી ગયો નહીં હોય ને? જતિનને ટિકિટ મળવાની ન હતી. એ દિવસે તે માની ગયો હતો. પરંતુ તેના મનમાં ગડમથલ ચાલતી જ હશે. વર્ષોથી તે રાજકારણમાં મોટું સ્થાન મેળવવાના સપના જોતો હતો. આ સપનું અચાનક તેની પત્ની જ તોડશે એવી એણે સપનામાં કલ્પના કરી નહીં હોય. એવું જ મારા કિસ્સામાં થયું હશે. મારી રાજકીય કારકિર્દી માટે એણે પોતાના નાના સપનાંનો ભોગ આપ્યો હતો. હવે તેનું મોટું સપનું પૂરું કરવા કોઇ મદદ કરી રહ્યું નથી. જતિન સાથે વાત કરીને આ બાબતનો ખુલાસો કરવો જ પડશે.