આરુષિ પલઘડીએ તો સ્કૂટી લઈને ત્યાંથી અદશ્ય થઈ ગઈ.. અયાન ત્યાં જ પસ્તાવાનો ભાર લઈ બેસી રહ્યો...આરુષિ ફટાફટ ઘરે પહોંચી ગઈ... રમાબેન એને જોઈને પહેલો દિવસ કેવો રહ્યો એમ પૂછવા માટે આવતાં જ હતાં.. આરુષિ કંઈ પૂછે એ પહેલાં જ બોલી પડી... " મમ્મી, ફ્રેસ થઈ આવું.. પછી વાત કરીએ શાંતિથી... " રમાબેન એનો ફેસ ધ્યાનથી જુએ એ પહેલાં જ એ ફટાફટ પોતાના રૂમમાં જતી રહી... અને બાથરૂમમાં જઈને શાવર ચાલુ કરીને બેસી ગઈ.... એનું દિલની વેદના જાણે આંસુઓ સાથે વહી રહી હતી...અડધા કલાક પછી એ ચેન્જ કરીને બહાર આવે છે... ઠંડીમાં ઠગરીને એના બ્લેન્કેટમાં