" કુહુ પ્લીઝ.... !! હવે એ વાત છોડને... જે થઈ ગયું એને યાદ કરીને શું કામ છે !!? " આરુષિ" અચ્છા...!! તો બ્રેસલેટ શું કામ પહેરી રાખ્યું છે... કાઢી દે...ના નીકળતું હોય તો લાવ, હું હેલ્પ કરું...!!" કુહુએ એનો હાથ પકડી લીધો..." કુહુ....!!! " આરુષિ હાથ છોડાવવા પ્રયત્ન કરવા લાગી..." તું બોલે તો જ હું હાથ છોડીશ... નહીંતર આજ આ બ્રેસલેટ દરિયામાં જશે.. અને સાથે તારો પ્રેમ પણ...!! " કુહુ" ઓકે... ઓકે... પ્રોમિસ તને કહીશ... પણ હમણાં નહીં... પછી... અને ત્યાં જો કોણ બેઠું છે...!!? મોકો સારો છે.. થૅન્કસ કહીં આવ.." આરુષિ" હજુ કાલનો દિવસ છે.. કહી દઈશ.. તું બોલ...!!