ભારતની આઝાદીની લડતમાં લગભગ છ કરોડ છત્રીસ લાખ જવામર્દ ફાંસીના માંચડે ઝૂલી ગયા. ગણ્યા ગાંઠ્યા નામ સિવાય બીજા શહીદોના નામ પણ આપણે જાણતા જ નથી. મંગલપાંડે થી લઈને ઉધમસિંહ સુધી અનેક જવાનો પોતાના જીવનો દીવો ઓળવી રાષ્ટ્રને પ્રકાશિત કરી ગયા છે. નાના બાળકો થી લઈને જઈફ વયના હુતાત્માએ આપેલ બલિદાનને કારણે આપણે આઝાદીનો શ્વાસ આપણા ફેફસામાં ભરી શકીએ છીએ. આજે સોળ વર્ષથી લઈને 65 વર્ષના લોકો મોબાઈલમાં ગેમ્સ રમવામાંથી નવરાશ મેળવે તો ખબર પડે ને કે ભગતસિંહ કોણ હતા? ખાલી એટલું જ યાદ રહ્યું કે રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહને એક દિવસ પહેલા ફાંસી આપી દેવામાં આવી હતી. એ મહાન વીરવર