ભારતે 14 ઓગસ્ટ 1947ની મધરાતે આઝાદીનો પહેલો શ્વાસ લીધો. ભારત એક લોકશાહી દેશ જે દુનિયાનો સૌથી મોટો ડિમોક્રસી રાષ્ટ્ર બની સામે આવ્યો. ગૌરવની વાત કહેવાય કે આપણા સામે બીજો કોઈ મોટો આવો દેશ નથી જ્યાં લોકો દ્વારા શાસન ચાલતું હોય.ગ્રીકમાં ઉતપન્ન થયેલ ડિમોક્રસી શબ્દનો પુર્નજન્મ બ્રિટનમાં થયો. એ પછી અમેરિકામાં ડિમોક્રસીના મૂળ નખાયા. પણ આ શબ્દે એટલી પરિક્રમા કરી કે આજે ભારતમાં લોકશાહી હાંફતી હાંફતી મૃત અવસ્થામાં છે. આઇસીયુમાં ઓક્સિજનના બાટલા કે લાઈફ સ્પોર્ટિંગ સિસ્ટમ પર છે. આ બીમાર થયેલ લોકશાહી માટે જવાબદાર કોણ છે? ભારતના નેતાઓ કે પછી એમને નિર્વાચિત કરતી પ્રજા?જવાહરલાલ નેહરુથી લઈ રાજીવ ગાંધી સુધી અને અત્યારે