દરિયાના પેટમાં અંગાર - 7

(13)
  • 4.6k
  • 1
  • 1.4k

તમે ક્યાં સુધી વાસ્તવિકતાથી વિમુખ થઈ શકો. તમારું ઘર લૂંટાઈ રહ્યું હોય ને તમેં શાંતિથી સુતા રહો..! ચાણક્ય પણ કહી ગયા છે કે નિર્માલ્ય પ્રજાનું પ્રતિનિધિત્વ નિર્માલ્ય જ કરે છે. અમદાવાદથી પ્રકાશિત થતા પોલિટિકલ મુવમેન્ટમાં મેં લખ્યું હતું... ગાંધી તારા અરમાનો આ દેશમા બળે છે , તારી જમાતના લોકો અહીં ભ્રષ્ટ મળે છે . નવલા નોરતાની રમઝટ અને સંગીતના સૂર સાથે એક આનંદનો અને માતા ભગવતીનો ઉત્સવ પુર્ણ થયો . અરે દોસ્ત આપણા દેશમા ઉત્સવ કયા પુરા જ થાય છે . એક છોડીને એક આવ્યા જ કરે છે . જુવો આ નવ દિવસનો પર્વ પુર્ણ થયો કે એક દિવસની દશેરા , જેમાં રાવણના પુતળાને સળગાવી ઉદવવામા આવે છે . હા , રાવણ દહન આ દહન તો આપણા પુર્વજો સદીઓથી કરતા આવ્યા છે , કદાચ આપણા પછી આવનાર પેઢી પણ કરશે . પણ ભ્રષ્ટાચાર , ગરીબી , બેરોજગારી , નબળી સ્વાસ્થ્ય સેવા , વધતી જતી મોંઘવારી જેવા અનેક કુતત્ત્વ રૂપી રાવણનું દહન ક્યારે થશે ? બાળકના જન્મથી લઈ તેમના મૃત્યુના પ્રમાણપત્ર સુધી લાંચ આપેને જ કામ ચલાવવું પડે છે . પુરતા કાગળિયા હોવા છતા ટ્રાફિકમેનને એટલા માટે સો રૂપિયાની નોટ આપવી પડે છે કારણ કે આપણને કામમાં મોડું થાય છે , અથવા આપણને એવું લાગે છે કે 'આ લોકોના ચક્કરમાં કોણ પડે , સો આપી મામલો થાળે પડી જાય' મારી લેખોમાં ઘણીવાર કહ્યું છે મે "ભ્રષ્ટાચારનો જન્મદાતા દેશનો નાગરિક જ છે". યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે , તેમની લાયકાત યોગ્ય કામ મળતું નથી , અને મળે છે તો નીચા પગારમાં કામ કરવું પડે છે . વધુમા વધુ ચાર પાંચ હજાર સેલેરી આપે છે . આ મોંઘવારીના જમાનામાં ચાર પાંચ હજાર રૂપિયાથી કંઈ રીતે પોતાનું ઘર ચાલે ? અંતે પ્રતિભાવાન યુવાનનું ટેલેટ આપણા દેશને મળતું નથી કે સારી નોકરી માટે વિદેશ ગમન કરી જાય છે . આપણે જે વૃક્ષનું જતન કરી મોટું કર્યું તે વૃક્ષ બીજા દેશમા જઈ પોતાના ફળ આપે છે . કારણ કે આપણી આ ખોખલી સિસ્ટમ , યુવાનની બુદ્ધિપ્રતિભા સાથે એક મજાક કરી જાય છે . નેતાઓએ પોતાની વોટબેંક સલામત રાખવા દેશમા જે ઝેર ફેલાવ્યું છે. એક તરફ ભારત ધર્મનિપેક્ષ દેશ બીજી બાજુ જાતી આધારિત કાયદા અમલમા મુકવામા આવ્યા છે . અને સાહેબ ગરીબી , આ શબ્દ એટલે સસ્તો થઈ ગયો છે કે કોઈ માણસ પાન ખાઈ થુકી નાંખે એવી રીતે ચુંટણી પુર્ણ થયા પછી બોલાય છે . આ એવો પ્રશ્ન છે જે દરેક રાજકીય પક્ષ પોતાના ચુંટણી એજન્ડામા સમાવી રાખે છે . પણ કોઈ જ આ સમસ્યાનો હલ કરતું નથી . નેતાઓ કહે છે "ભારત વરસોથી ગરીબ દેશ રહ્યો છે " જ્યારે ભારતના લોકો વિકસીત દેશના ઉદાહરણ આપી પોતાના દેશની સ્થિતિ વખોડી કાઢે છે ત્યારે કહેવું પડે છે કે " શુ સરકાર કે કોઈ પક્ષ જ દેશની નબળી હાલત સુધારી શકે ? નહી , કદાપિ નહી , દેશના તમામ નાગરિકને આ બાબત પર તૈયાર રહેલું જ પડે . તમે લોકો વિકસીત દેશના , તેમની સિસ્ટમના ઉદાહરણ આપો છો , તેમની સરકારના પેટ ભરી વખાણ કરો છો પણ તમે કોઈ દિવસ તે દેશના નાગરિકની જેમ દેશને વફાદાર અને જાગૃત રહ્યા છો ખરા ? તમે કોઈ દિવસ પોતાની જાતી જ્ઞાતી કે સમુદાયથી પણ ઉપર દેશને સ્થાન આપ્યું છે ખરું ?" આવા ઘણા પ્રશ્નો છે જેમનું સમાધાન માત્રને માત્ર પ્રજાની જાગૃતિ અને દેશ પ્રત્યેની વફાદારી છે . ૧૯૪૫મા મહાયુદ્ધનો વિરામ થયો ત્યારે સ્થિતિ બહુ કથળી હતી . યુરોપના દેશો પોતાનું અસ્થિત્વ ખોઈ બેસવાના આરે હતા , જાપાન પર બે મહાબોમ્બ છોડવામાં આવ્યા . જેની વિપરીત સ્થિતિ કે તેનું રિએક્સન આજે પણ જોવા મળે છે . ૧૯૪૭મા ભારત કહેવા પુરતો આઝાદ થયો ત્યારે ભારત પાસે ઇમારતો , ભવનો કે રેલમાર્ગ હતો . યુરોપના દેશો કરતા ભારતની સ્થિતિ સારી હતી છતા પણ આજની તારીખે ગરીબ અને વિકીસશીલ દેશ છે જ્યારે યુરોપ અને જાપાન વિકસીત દેશ છે . કેમ આટલો તફાવત , તે દેશો કરતા ભારત પાસે કુદરતી ભંડાર પણ વધુ છે છતા ગરીબી સામે લડવું પડે છે . હુ એટલુ તો ચોક્કસ કહીશ કે દેશનું કમજોર કે સ્વાર્થી નેતૃત્વ અને માનસિક ગુલામ પ્રજા આ સ્થિતિ માટે જવાબદાર છે . કોઈ પણ નેતા કે પક્ષ રાજનીતિ માટે કે વોટ માટે આજે ગાંધીજીનું નામ સિતેર વરસથી બોલ્યા કરે છે . ગાંધીની ખાદી તો અપનાવી પણ તેમની સાદગી કોણ અપનાવશે ? તેમને મહાત્મા કહી બિરદાવ્યા પણ તેમની આત્માનો અવાજ કોણ સાંભળશે ? ગાંધીજીએ સ્વદેશીનો નારો આપ્યો પોતાના અંતિમ શ્વાસ સુધી તેનું પાલન કર્યું . આજે એ જ ગાંધીના દેશમા વિદેશી કંપનીઓનો રાફડો ફાટ્યો છે . અેક ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડવા બસો વરસ લાગ્યા હતા તો આજે સેંકડો કંપની દેશમા ધાક જમાવી બેઠી છે તેમને કાઢતા કેટલી સદીઓ લાગશે ? ગાંધી કહેતા હતા " અંગ્રેજોની સાથે સાથે આ દેશ માથી અંગ્રેજિયતને પણ હાંકી કાઢવાની છે ." પણ આજે તેમનો નેતાઓ સામે ચાલી વિદેશી કંપનીને આમંત્રણ આપવા જાય છે . આવે અમારા દેશમા , લુંટો તમને ખુલી છુટ છે . તમે પણ કમાવ અને અમારી રાજકીય જમાત પણ કમાય દેશનું જે થાવુ તે થાય . ગાંધીના સિદ્ધાંતોનું તેમના જ કહેવાતા બગભક્તોએ રાવણ દહન કર્યું છે . ગાંધીની સાદાય , સ્વદેશપ્રેમ , તેમની ઇમાનદારી બાળી તેમની રાખ પર પોતાની ખુરશી રાખીને આજેના રાજકારણીઓ બેઠા છે . અને આ મંદબુદ્ધિવાળી પ્રજા પણ તેમની અંધભક્તિ કરવા લાગી ગઈ છે . અા લોકોને યુવરાજની એક સિક્સ પર એક કરોડ આપવામા વાંધો નથી પણ દેશના ખેડુતને પોષણસમ ભાવ આપવા બજેટ ઓછું પડે છે . પોતાની દાવતમાં પાંચ હજારની થારી પીરસાય છે (એ પણ પ્રજાના ટેક્સના પૈસે , યાદ રાખજો ભારતનો ભિખારી પણ ટેક્ટ ભરે છે) પણ હજારોની સંખ્યામાં ભુખ્યા મરી જતા બાળકો માટે એક રોટલાની વ્યવસ્થા નથી . સાહેબ ચુંટણી લડી હતી ગરીબીના નામ પર આવી સત્તા હાથે , પોતાના મહેલો થઈ ગયા . મોંઘવારી એટલી વધી કે બસો રૂપિયામાં એક માતા પોતાનું બાળક વેચી પોતાનું ગુજરાન ચલાવે છે . ત્યારે અમુક નેતાઓ એવી મજાક બનાવી નાંખે છે " અમેરિકામાં વાવાઝોડું આવ્યું એટલે ખનીજ તેલના ભાવ વધ્યા , આ રાજ્યમાં દારુબંધી છે એટલે ખનીજ તેલ પર ટેક્સ વધારવામા આવ્યો છે . આજે ભારતના તમામ નાગરિક પર ટેક્સનો બોજ એટલો વધ્યો છે કે ના છુટકે પોતાની મહેનતથી કમાયેલ ઈમાનદારીની આવક છુપાવવી પડે છે . ચાણક્યનું એક સુતર યાદ અપાવવું પડે "જે દેશમા વધુ પડતે ટેક્સ પ્રજા પર ઝીંકવામા આવે છે તે દેશ કંગાલ બની જાય છે" આપણે પણ એ જ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ . વિદેશી વસ્તુ એટલા માટે ખરીદવાનો આગ્રહ રાખે છે લોકો કે ' તે સસ્તી મળી જાય છે કારણ કે તેના પર ટેક્સનુ ભારણ ઓછું હોય છે એટલે જ આજે દેશની સ્વદેશી કંપનીઓ માથી મોટા ભાગની કંપની પતનના કિનારે છે . આ તમામ પ્રશ્નનું નિવારણ છે જાગૃત પ્રજા અને સ્વદેશી નેતૃત્વ . બાકી ગાંધી અનેક વાર જન્મધારી આવે તો પણ આ દેશ સુધરવાનો નથી . મારા હવેથી કે અન્યના કરવાથી કોઈ જ પરિવર્તન આવવાનું નથી . જે પરિવર્તન માણસના અંદરથી આવે છે , પોતાની દેશ પ્રત્યેની ફરજ યાદ આવે છે , તમામ મુસીબત સામે લડવા એ તૈયાર થાય છે ,પાંચસોની નોટ નહી પણ પાંચ દેશ માટેના સારા કામ જોઈ વોટ આપતો થશે , પોતે આપેલ ટેક્સનો હિસાબ માંગતો થશે , પોતાના દેશને મહત્વ આપતો થશે , ત્યારે જ આ ભારત ફરી વિશ્વફલક પર પોતાની વિશ્વગુરુની છાપ અંકિત કરી શકશે .ત્યારે "ગર્વ"થી નહી પણ "અભિમાન"થી બોલીસ મારો દેશ, હા મારો ભારત દેશ આજે વિશ્વગુરુ છે . મારો દેશ કોઈ ભિખમંગો દેશ નથી પણ સંપુર્ણ વિશ્વના પેટ ભરનારો દેશ છે . " (ક્રમશ:)