દરિયાના પેટમાં અંગાર - 6

(14)
  • 3.7k
  • 1
  • 1.3k

થોડાક દિવસ મને ઘર ફાવતું ન હતું. ખુદને એકલો મહેસુસ કરી રહ્યો હતો. એ સમયે મારી કલમથી મારી માટે જ થોડુંક લખાય ગયું. એ આજે પણ હું ઉદાસ હોવું ત્યારે વાંચી નાખું છું. આમતો ઘણા પુસ્તકો મેં વાંચ્યા છે. ચંદ્રકાંત બક્ષીના બેબાક લેખો, તેની નોવેલ, આહ... પહેલી નોવેલ જોરદાર લખો છે... પડઘા ડૂબી જશે... ધર્મને સાવ નાગો કરી નાખ્યો છે એ માણસે. હરકિસન મહેતા નો અનેક નોવેલ, દિનકર જોષી ની બુકો, નવીન વિભાકરની રક્તથી લથપથ થતી બુકો. હજુ તો ઘણા લેખક છે આગળ જ્યાં જ્યાં જરૂર હોય એમ લખતો જઈશ. પણ હંમેશા મારા એક લેખે મને ખુબ હિંમત આપી છે.