પ્રતિશોધ તૃતીય અંક: - 21 - અંતિમ ભાગ

(297)
  • 8.5k
  • 6
  • 3.7k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-21 અંતિમ ભાગ માધવપુર કિલ્લો, રાજસ્થાન આદિત્યના ઓચિંતા આગમને આખી બાજી પલટી દીધી હતી. રાઘવે કરેલા પ્રહારથી જુનેદનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. આધ્યાએ માથા પર ફટકારેલા લાકડાના લીધે યુસુફને પણ ગંભીર કહી શકાય એવી ઈજા પહોંચી હતી અને એ બેભાનવસ્થામાં સરી પડ્યો હતો. રાઘવની હાલત પણ ગંભીર હતી છતાં એનામાં હજુ જીવ બાકી હતો. જાનકીને હવે ધીરે-ધીરે કળ વળી રહી હતી. "આદિત્ય, તું અહીં ક્યાંથી..?" આધ્યાએ આદિત્યને કરેલા આ પ્રશ્નનો ઉત્તર આપવાના બદલે આદિત્ય ક્રિસ્ટોફર, રેહાના અને જુમાનની તરફ આગળ વધ્યો. "આદિત્ય...આદિ..." આદિત્ય વિધિ રોકવાના આશયથી વર્તુળ નજીક હજુ પહોંચ્યો જ હતો ત્યાં એના કાને જાનકીનો દબાયેલો