પ્રકરણ- બારમું/૧૨સોહમ પણ ઉભો થઇને ગુસ્સાથી રમણીકલાલની આંખમાં જોઇને બોલ્યો.‘જેમ બને તેમ વહેલી કાંખઘોડી અથવા વ્હીલચેરની વ્યવસ્થા કરી લેજે, ત્રણ ફૂટના ટાંટિયા દોઢ ફૂટના કરી નાખતાં મને જરા પણ વાર નહીં સમજી લેજે હલકટ.’રમણીકલાલને સોહમના તેવર જોતા લાગ્યું કે અત્યારે આ સમય અને સ્થળને ધ્યાનમાં રાખતાં તેની અનિયંત્રિત થવા જઈ રહેલી દિમાગની કમાનને કાબુમાં રાખવી જ હિતાવહ રહેશે. અને રમણીકલાલે પણ જાણી બુજીને અંતરા વિષે અભદ્ર ટીપ્પણી કરીને એક કાંકરે અનેક પક્ષી અંટાઈ જશે તેનો સચોટ અંદાજો લગાવી લીધો. અંતે રમણીકલાલ એક ખુન્નસ ભરી નજરે સોહમને જોતાં ત્યાંથી રવાના થઇ ગયો.અને.. એક અંતરથી વધારે સોહમને અંતરા પ્રત્યે લાગણી હોવાથી સોહમ