અંતિમ આશ્રમ - 8

(35)
  • 3.4k
  • 2
  • 1.7k

રાકેશ ઠક્કર પ્રકરણ-૮ ઉજેશભાઇ જાણે આખી દુનિયાને ભૂલી ગયા. અલ્પનાના પ્રેમભર્યા શબ્દોએ દિલને ખુશીઓનો ખજાનો આપી દીધો. અલ્પનાના આ શબ્દો છે કે મારો કોઇ ભ્રમ છે? એવું વિચારતા ઉજેશભાઇ અલ્પનાને બાથ ભરી લેવા થનગની રહ્યા. પછી પોતાની મર્યાદાનું ભાન થયું હોય એમ મનને અટકાવ્યું. "તમારા દિલમાં મારા માટે પ્રેમની લાગણીઓ છે ને?"અલ્પનાના એ શબ્દો તેમના કાનમાં પડઘાવા લાગ્યા હતા. તે બોલી ઊઠ્યા:"હા, તું મને ગમે છે." અને અલ્પનાના હાથને દબાવ્યા. એનાથી અલ્પનાને હૂંફ મળી હોય એમ ભાવવિભોર થઇને શરમાવા લાગી. ઉજેશભાઇને થયું કે સમય અહીં જ થીજી જાય. આ સમય ક્યારેય બદલાય નહીં. અલ્પનાએ ધીમેથી પોતાના હાથ પાછા ખેંચીને કહ્યું:"ઉજેશભાઇ,