રાકેશ ઠક્કર પ્રકરણ-૪ ઉજેશભાઇને થયું કે અલ્પનાનું જ્યોતિષ જ્ઞાન એના જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થયું એ જાણતા પહેલાં પોતાના જીવન માટે મુશ્કેલી સર્જી જશે. અલ્પનાની પહેલી આગાહી જ ચોંકાવનારી હતી. બાળપણના લખવાના શોખને કારણે પોતે લેખક બનવાનો છે એવી આગાહી કરી છે. ઉજેશભાઇએ એને ખોટી ઠરાવવા કહ્યું:"બાળપણમાં તો બધાને જ લખવાનો શોખ હોય છે. અભ્યાસ કરતી વખતે તો લખવાનું જ વધારે હોય ને! અને હું તો મોટો થયા પછી બેંકની અને બીજી પરીક્ષાની નોકરી આપવા માટે પણ ઘણું વાંચતો અને લખતો હતો...." ઉજેશભાઇ પોતાની વાતથી અલ્પનાની વાતને બીજા પાટા પર લઇ જવામાં સફળ રહ્યા. એને વધારે વિચારવાની કે ગણતરી