અંતિમ આશ્રમ - 3

(53)
  • 4.6k
  • 3
  • 2.2k

રાકેશ ઠક્કર પ્રકરણ-૩ ઉજેશભાઇ માટે અલ્પનાનો પહેલો પરિચય ચોંકાવનારો હતો. પોતે વિચારતા હતા કે 'વયવંદન જીવન આશ્રમ' માં રહેતા વૃધ્ધોનો ફાઇલમાં પ્રાથમિક પરિચય જ છે. પરંતુ પોતે અહીં આવે એ પહેલાં પોતાની પ્રસિધ્ધિ અહીં આવી પહોંચી હતી? અલ્પનાબેન પોતાને ઓળખતા હતા એ વાત માની લઇએ. એ ઓળખ બેંક મેનેજર પૂરતી સીમિત છે કે લેખક સુધી વિસ્તરેલી છે એનો ખ્યાલ આવતો નથી. પણ અહીં આવવાનો મારો હેતુ એ જાણે છે અને કોઇને પોઇન્ટ બ્લેન્કથી ગોળી મારતા હોય એમ કહે છે એ આશ્ચર્યજનક કરતાં ડરાવનારું વધારે છે. ઉજેશભાઇને શું જવાબ આપવો એ જ સમજાતું નથી. આ મહિલા પોતાના મોંએથી જ હું મારો