શોધ – દિવ્યેશ ત્રિવેદી

  • 1.9k
  • 684

દિવસભરની દોડધામને કારણે ખોલી ઉપર આવતાં જ બગાસાં આવવા માંડ્યા હતાં. બે ચાર તપેલાં ઊંચાનીચાં કરીને જ્યારે ઉંદર ન મળતાં બિલાડી ઘૂરકિયાં કરી અવાજ કરતી ચાલી જાય તેમ એ તપેલાં ખાલી જોઈને અજ્ઞાત રોષ રાખી ખૂણામાં પડેલી પથારી ખુલ્લી કરી ટૂંટીયું વાળીને સૂતો. ભૂખ લાગી હતી, પરંતુ ઠંડીમાં બહાર નીકળવાનું મન ન હોતું થતું – ચૂપચાપ સૂઈ જ રહ્યો. ઊડી ગયેલો અને ફિલામેન્ટ અડાડીને બે વાર ચાલુ કરેલો પંદરનો લેમ્પ બંધ કરી લગભગ ફાટવા આવેલી ગોદડી ઓઢીને આંખો બંધ કરી દીધી. થોડીક વારમાં ઊંઘ આવી જશે એમ હતું – પરંતુ ભૂલ પીછો છોડે એમ નહોતી. એણે ન