ઉડતો પહાડ ભાગ 1 સિંહાલય આજ થી લગભગ બે હજાર વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે જે દુનિયા ને આપણે જાણીએ છીએ તેનું તો સાવ અસ્તિત્વ જ નહોતું. કોઈ દેશ નહિ, કોઈ પણ સરહદ નહી, ના કોઈ પૈસાદાર કે ના કોઈ ગરીબ. મનુષ્યો પશુ-પક્ષી ઓ સાથે હળીમળી ને સુખે થી રહેતા હતા. મનુષ્યો નું જીવન ખુબજ સરળ અને સંતોષી હતું, પ્રુથ્વી પર કુદરતી ખજાના ની ભરમાર હતી જે દરેક મનુષ્ય, પશુ પક્ષી કે જીવજંતુ ના જીવન નિર્વાહ માટે પર્યાપ્ત હતું. જેના કારણે કોઈ લોકોને પોતાનું ગામ છોડીને આમતેમ ભટકવાની જરૂરત જ ન હતી. આખી પ્રુથ્વી પર બસ જ્યાં પણ પર્વત