સ્ત્રીનો સંઘર્ષ - 7

(20)
  • 3k
  • 4
  • 1.5k

ભાગ-૭ પંકજની ઘરે પણ સગાઈની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પંકજ લગ્ન માટે શેરવાની ટ્રાય કરી રહ્યો હતો. તેનાં બેડ પર દશેક શેરવાની પડી હતી. એ બધી જ તે ટ્રાય કરી ચૂક્યો હતો. પણ હજું સુધી એક શેરવાની તેણે પસંદ કરી ન હતી. હેમલતાબેનની પણ એ જ હાલત હતી. તેઓ પણ સાડીઓનો ઢગલો કરીને બેઠાં હતાં. બંને મા‍ઁ-દીકરો પહેલેથી જ એવાં હતાં. એક વસ્તુ પસંદ કરતાં બંનેને આખો દિવસ પસાર થઈ જતો. પારિતોષભાઈએ દુનિયા સામે પોતાનું સ્ટેટ્સ જાળવી રાખવાં બહું મહેનત કરી હતી. આજે બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં અને તેમનાં પરિવારમાં તેમનું બહું ઉંચુ નામ હતું. આશુતોષ શાહે પંકજ સાથે નિત્યાના