ભાગ-૬ હર્ષ તેનાં મમ્મી-પપ્પા સાથે ડીનર માટે ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો. દેવકીબેન અને અરવિંદભાઈની જીદ્દના કારણે આખરે હર્ષ ડીનર માટે માની ગયો હતો. પણ તેનાંથી એક કોળિયો પણ ખાઈ શકાય એમ ન હતો. "બેટા, થોડું જમી લે. પછી જેમ તું કહે એમ અમે કરીશું." અરવિંદભાઈએ કહ્યું. અરવિંદભાઈની વાત સાંભળીને હર્ષ અરવિંદભાઈની સામે જોવાં લાગ્યો. હર્ષ જાણતો હતો, કે હર્ષે તેનાં પપ્પાનું વચન પાળવા નિત્યાને દુઃખી કરી હતી. પણ હવે અરવિંદભાઈ નિત્યાને કે હર્ષને ખુશ કરી શકે એમ ન હતાં. કેમકે, નિત્યા ખુદ જ હર્ષથી દૂર રહેવા માંગતી હતી. હર્ષે મનોમન સ્વીકારી લીધું હતું, કે તેની ભૂલની