ભાગ-૫ હર્ષ કેન્ટીનમા બેસીને નિત્યાની રાહ જોતો હતો. તેણે નિત્યા અને તેનાં પપ્પા વચ્ચેની બધી વાતો સાંભળી લીધી હતી. નિત્યા પોતાની ઘરે જતી રહી. પછી હર્ષ ફરી સોસાયટીમાં આવીને નિત્યાની ઘરે શું થઈ રહ્યું છે. એ જોવાં ગયો હતો. એ દરમિયાન જ તેણે બધું પોતાની આંખે જોઈ લીધું હતું. નિત્યા કોલેજ આવી ન હતી. એ વાત જાણીને હર્ષને ક્યાંય ચેન પડતું ન હતું. આશુતોષ શાહે નિત્યાના લગ્નનું કહ્યું હતું. એ વાત હર્ષને પરેશાન કરતી હતી. નિત્યા ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેનું ડોક્ટર બનવાનું સપનું હતું. એ વાત હર્ષ જાણી ગયો હતો. પણ જો તેનાં લગ્ન થઈ જાશે. તો