ગીતાભ્યાસ અધ્યાય 1 અર્જુનવિષાદ યોગ શ્લોક 2-3 સંજય કહે છે: હે રાજન, તે સમયે રાજા દુર્યોધન વ્યૂહરચનાથી ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને દ્રોણાચાર્ય પાસે જઈને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા, "હે આચાર્ય! દ્રુપદ ના પુત્ર અને આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટધુમ્ન દ્વારા વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડુપુત્રોની આ વિશાળ સેનાને આપ જુઓ." અહીં શ્લોક 2 અને 3 સાથે સમજવાથી વધુ શરળતા થી સમજાય તેમ છે. સંજય આ શ્લોકમાં દુર્યોધન ને રાજા કહીને સંબોધે છે પરંતુ હકીકત માં દુર્યોધનનો તો ક્યારે પણ રાજ્યાભિષેક થયો જ નથી. હસ્તિનાપુરના રાજા યુદ્ધ પહેલા અને પછી પણ દુર્યોધન ના પિતા ધૃતરાષ્ટ જ રહ્યા છે. ઘણા વિદ્વાનોનું માનવું છે