(આપણે આગળના ભાગમાં જોયું કે રોજીંદી જીંદગી જીવતો કિશન રોજની જેમ સાંજે જોબ પરથી ઘરે જઈ રહ્યો હતો...)રીક્ષામાંથી ઉતરીને ફરી પાછું મારે બે કિલોમીટર જેટલું અંદર ચાલીને જવાનું હતું...પણ મને આમ કયારેય આટલું ચાલવામાં આળસ ના આવતી. હું તો બસ ક્યાંક વિચારોમાં તો પછી ક્યાંક શાયરીઓ માટે શબ્દોની ગોઠવણ કરવામાં લાગી જતો ને..ક્યારે ઘર આવી જતું ખબર પણ ના પડતી..! બસ આ વિચાર માત્રમાં એટલી તાકાત છે કે હજારો કિલોમીટર નો પ્રવાસ સેકન્ડોમાં કરાવી આપણને પાછા હતા ત્યાં જ લાવી આપે. મારી જેમ જ આમ ચાલીને જતા ઘણા લોકો સોંગ સાંભળતા સાંભળતા જતા પણ મને એ આજુબાજુની એ પ્રકૃતિનો, બાજુમાંથી