સાંબ સાંબ સદા શિવ - 9

(11)
  • 4.1k
  • 1
  • 1.7k

પ્રકરણ 9 પણ એ લાંબો વખત મારાથી પોતાની ઓળખ અને આ પંથમાં રહેવાની મજબૂરી છુપાવી શકી નહીં. લોકોને અઘોરી, નાગાબાવા કે આપમેળે વિકૃતિ સંતોષવા અને ગુનો કરવા જ બની બેઠેલા અઘોરીઓ વચ્ચેનો તફાવત ખબર હોતી નથી. અઘોરાએ તેની ઓળખાણ આપી તો હું ચોંકી ઉઠ્યો. એ કોણ હતી એ આગળ કહેવું જ પડશે. એ પોતે જ અમુક જાતમાહિતી મેળવવા અઘોરી તરીકે ચાલુ રહેલી. તેને તો મારી પહેલાં દીક્ષા મળી ચુકેલી તે તમને ન જણાવ્યું હોય તો પણ ખ્યાલ આવી જાય.   થયું એવું કે કુંભમેળો યોજાયો. અમે સહુ અઘોરીઓ એક અખાડા (એટલે કે લશ્કરની એક બટાલિયન જેવી ટુકડી)માં મેળામાં ગયા. આ