સાંબ સાંબ સદા શિવ - 6

(13)
  • 4.3k
  • 2
  • 2k

પ્રકરણ 6. મને અઘોરાએ ઢંઢોળીને જાગૃત કર્યો. ગુફામાં હું એકલો હતો. આ શું? હું પેલા પશુનાં ચામડાંને બદલે એક માનવ સ્ત્રીના નગ્ન મૃતદેહ પર બેઠો હતો. અતિ બિહામણું શબ. મોં ખુલ્લું, તેમાં દેખાતા દાંત, ખુલ્લી આંખો અને આસપાસ છુટા પડેલા વાળ. "હું ક્યાં છું? આ શબ કોનું છે?" મેં પૂછ્યું. "તું શવ સાધના કરી રહ્યો હતો. ગુરુજીએ તને તારી અભાન અવસ્થામાં જ આ સ્મશાનમાં મોકલેલો. તારી પાસે એક માનવ સ્ત્રીનાં શબ પર બેસી સાધના કરાવેલી. તને મૃતદેહને સંપર્કમાં ડર લાગે છે કે નહીં અને નગ્ન સ્ત્રી દેહ જોઈ તને વાસના ભડકે છે કે નહીં એ જોવા. મારી તો બધી લાગણીઓનું