પ્રકરણ 5 અઘોરીઓ કહેવાય ડરામણા, સ્મશાન અને બિહામણી જગ્યાએ પડ્યા પાથર્યા રહી તપ કરનારા. પણ આ સંપ્રદાય આખરે તો શિવજીની એક અલગ સ્વરૂપે આરાધના કરવા અને હિન્દૂ ધર્મની રક્ષા માટે છે. એટલા માટે એ સંપ્રદાયમાં પણ ચોક્કસ કાયદાઓ છે, તેમની પોતાની અદાલતો છે અને તેમના કાયદાઓ આમ તો સાચે રસ્તે રહેવા માટે છે પણ તેનો ભંગ કરવાથી કમકમાટી ઉપજાવે તેવી સજા થાય છે. એ અઘોરાએ મને કહ્યું હતું. તેણીએ મને અહીં કોઈ પણ જાતના અશિસ્ત, આજ્ઞાનું અવલંધન, નામર્દાઇ કે કોઈ નાનું પણ ગુનાહિત કૃત્ય કરવાથી દૂર રહેવા કડક ચેતવણી આપી. અહીંની સજાઓ કંપારી છૂટી જાય તેવી કડક હતી. કેવા