સંસ્કાર-પ્રકરણ-૩એ જ નવયુવાન હતો જેણે વર્ષો અગાઉ એસ.જી હાઇવે પર યુવક-યુવતી ભેગા થયેલ હતા અને યુવતી પત્ર લખી નોટ માં મૂકી જતી રહી હતી. આફ્રિકન યુવાને તે પત્રો વાંચ્યા બાદ દોટ મૂકીને શોરૂમની માલિકણ પાસે પહોંચી ગયો. અને તેમના હાથમાં તે પત્ર આપી દીધો. શોરૂમની માલિકણે પત્ર વાંચ્યા બાદ ભારતીય યુવાનને પોતાની પાસે બોલાવ્યો. તેના ચહેરા પર હરખનો આનંદ હતો. આંખમાં હર્ષની અશ્રુધારા વહી રહેલા હતી. તે માલીકણે યુવાનને છાતી સરસો ચાંપી દીધો. આ બધું શું થઈ રહેલ છે, તે યુવાન સમજી શક્યો ન હતો. અને તેણે તાત્કાલિક આ બાબતે વધુ પુછપરછ પણ ન કરી. અંતે આ યુવાનને શોરૂમની માલિકણ પોતે પોતાની કારમાં બેસાડી ક્યાંક લઈ જવા નીકળી. અડધા કલાકની મુસાફરીના અંતે તે કાર એક મોટા આલીશાન મકાનના