સંગાથ બીજા દિવસે અખિલભાઈ અને નયનાબેન મમ્મી મંજુલા અને પપ્પા અનિરુદ્ધ સાથે વાત કરવા એમના રૂમમાં જાય છે. ( અખિલભાઈ અને નયનાબેન દરવાજો ખખડાવ્યો) " હા , કોણ?" દાદા અનિરુદ્ધ " પપ્પા અમે અંદર આવી શકીએ?" અખિલભાઈ " હા" દાદી મંજુલા ( દાદા-દાદી બંને એકબીજા સામે જોવે છે.) " શું થયું નયના- અખિલ તમે સવાર સવારમાં અમારાં રૂમમાં? " દાદી મંજુલા " કંઈ કામ હતું? " દાદા અનિરુદ્ધ " મમ્મી-પપ્પા અમારે તમારી સાથે વાત કરવી છે." નયનાબેન " હા , બોલો " દાદી મંજુલા " અમે તમને અને આધ્યાને સાથે લઈ જવા માગીએ છીએ" અખિલભાઈ " એટલે?" દાદા