"વેલકમ ટુ માર્વેન" એ સામાન્ય રીતે જોવામાં આવતી હોલીવુડની એક્શન કે રોમેન્ટિક ફિલ્મ નથી. જોકે આ ફિલ્મમાં તમને આ બંને બાબત જોવા મળી જશે પણ ફિલ્મ સંપૂર્ણ રીતે એક જ બાબત પર ફોકસ કરે છે એ છે- આર્ટ. સ્ટોરી ટેલીંગના ઘણા માધ્યમો છે. શિલ્પ, સ્થાપત્ય, પુસ્તક, ફિલ્મ, નાટકની જેમ ફોટોગ્રાફી પણ એક સ્ટોરી ટેલીંગનું માધ્યમ છે. આ ફિલ્મ કલાપ્રેમીઓને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે એવું કહેવામાં પણ કોઈ વાંધો નથી. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે અને 2010માં આવેલી ડોક્યુમેન્ટ્રી “માર્વેનકોલ”થી પ્રેરિત છે. સ્ટોરી છે માર્ક હોગનકેમ્પની. માર્ક હોગનકેમ્પ અમેરિકાના પ્રખ્યાત