અપરિચિત સાથી... - ભાગ 1

  • 2.9k
  • 1k

આપ લોકોના સાથ અને સહકાર થકી આજે એક નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહ્યો છું. રોજીંદી જીંદગીમાં બની જતી ઘટનાઓને એક નવો વિચાર આપીને શબ્દોમાં રૂપાંતરિત કરવાનો એક અનોખો પ્રયત્ન કરવા જઈ રહ્યો છું. મને વિશ્વાસ છે તમને આ સંપૂર્ણ નવલકથા જરૂરથી પસંદ આવશે...અને બેશક મારો પૂરો પ્રયત્ન રહેશે કે તમે કોઈ ભાગ મિસ નહીં કરી શકો. અંત સુધી બન્યા રહેજો એવી આશા સાથે રજૂ કરી રહ્યો છું..."અપરિચિત સાથી..." - ભાગ-1"વિચારોના વળ તો રોજે એમ જ ચડ્યા કરે છે..,બસ અશ્રુઓનો તાંતણો છૂટો પડતા વાર નથી લાગતી...""ચાલ ભાઈ ઉઠ...સ્ટેશન આવી ગયું.." ઓચિંતાનો ગાઢ નિંદ્રામાં રોજે સંભળાતો અને કંઈક જાણીતો જ હોય