ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 5

(47)
  • 4.3k
  • 3
  • 1.1k

"કેપ્ટ્ન આવીરીતે આગળ વધવું હિતાવહ નથી. પહેલા તપાસ કરી લઈએ નહીંતર બધા જોખમમાં મુકાઈ જઈશું.' થોડાંક ચિંતિત થઈને પ્રોફેસર બોલ્યા. "તો પછી ઝરખ ગાડી ઉભી રાખો. તપાસ કરી લઈએ પછી આગળ વધીએ.' પ્રોફેસરનું યોગ્ય સૂચન સાંભળીને કેપ્ટ્ન બોલ્યા. ઝરખગાડી ઉભી રાખવામાં આવી કેપ્ટ્ન અને પ્રોફેસર નીચે ઉતર્યા. પાછળની બે ઝરખ ગાડીઓ પણ આગળનો ઝરખગાડીને ઉભેલી જોઈને ઉભી રહી. બધા નીચે ઉતર્યા. "શું થયું કેપ્ટ્ન આમ અચાનક કેમ સફર થંભાવી દીધી ? ફિડલે આગળ આવી પ્રશ્ન કર્યો. "સામે જુઓ, ત્યાં કેટલીક હારબંધ ઝૂંપડીઓ દેખાઈ રહી છે. યોગ્ય તપાસ કર્યા સિવાય આગળ વધવું હાનિકારક નીવડી શકે છે.' ફિડલનો પ્રશ્ન સાંભળીને કેપ્ટ્ન બધાને