દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-10: ઝઘડો

  • 2.9k
  • 886

ભાગ-10: ઝઘડો બે મહિના બાદ ફરી દેવ સુરત આવ્યો. એકદમ દુઃખી, લાચાર થઈને તે હોસ્ટેલના રૂમમાં પહોચ્યો. તેને થોડો ટાઈમ એકલા રહેવું હતું. દેવને સુરત આવ્યે અઠવાડિયું થઈ ગયું પણ ના લવનો કોલ આવ્યો કે ના ઇશીતાનો. લવ પણ જાણે હોસ્ટેલ ઘણા સમયથી આવ્યો ના હોય એવું તેના સામાન ઉપરથી દેવને લાગ્યું. દેવથી રહેવાયું નહીં. તેણે લવને કોલ કર્યો,"હેલો, ક્યાં છે? હું અઠવાડિયાથી હોસ્ટેલ આવી ગયો છું. ભાન બાન પડે છે કે નહીં." દેવે ગુસ્સાભર્યા અવાજમાં લવને કહ્યું. "સોરી યાર, મારા મગજમાંથી જ નીકળી ગયું હતું. હમણાં બિઝી છું, પછી કોલ બેક કરું તને. ચલ,બાય." કહીને તેણે ફોન મૂકી દીધો.