સફળતાનું રહસ્ય

  • 4.5k
  • 1.7k

એક કોલેજનાં કેમ્પસમાં ચહલપહલ મચેલી હતી. કોલેજમાં હાજર બધાં વિદ્યાર્થીઓનું ધ્યાન તે ચહલપહલ પર ગયું. ત્યાં જઈને જોયું તો બે વિદ્યાર્થીઓ કોઈ વાતને લઈને ચર્ચા કરી રહ્યા હતા. સાલિની નામની વિદ્યાર્થીની એ પુછ્યું," કયાં ટોપિક પર આટલી બધી ચર્ચા કરી રહ્યા છો?" એ બે વિદ્યાર્થીઓમાં એક કેયુર અને બીજો સમર્થ હતો. સમર્થ આર્થિક પરિસ્થિતિમાં નબળો હતો જ્યારે કેયુર એક અમીર પરિવારમાંથી આવતો હતો. સમર્થે કહ્યું," બસ એ જ કે હંમેશાં સફળતા મેળવવા માટે આવડતની જરૂર પડે અને પૈસાની નહીં.." કેયુર," પણ મારૂં માનવું એવું છે કે સફળ થવા માટે પૈસાની જરૂર પડે છે.. " સાલિનીએ કહ્યું," તમે બંને તમારાં