આગળના ભાગમાં આપણે જોયું કે એકાંતના નિયમિત આવતા વોઇસ મેસેજ આજે આવતા નથી, દિશા બેચેન થતી હોય છે ત્યાં જ એકાંતનો કોલ આવી જાય છે, અને દિશાના બોલતા પહેલા જ તેને કઈ ના બોલવા અને બસ સાંભળ્યા કરવા જ જણાવે છે. એકાંતના નેટમાં કોઈ પ્રોબ્લેમ હોવાના કારણે વોઇસ મેસેજ ના થઇ શકવાનું જણાવે છે, સાથે આટલા સમયમાં વાત ના થતી હોવા છતાં પણ પ્રેમમાં કોઈ ઓટ નથી આવી એમ પણ જણાવે છે. દિશા ચાહવા છતાં પણ કઈ બોલી નથી શકતી અને તેની આંખોથી આંસુઓ સર્યા કરે છે. એકાંતના ફોન મુક્યા બાદ દિશા ચોધાર આંસુએ રડી અને પોતાની જાતે જ સ્વસ્થ