આવજે - 2

  • 2.4k
  • 786

*આવજે*2. ઘોંઘાટગાડી ધીમી પડી ને પછી ઉભી રહી ગઈ.સાનીકાને યાદ આવ્યું, ટ્રાફિકજામ નામની બિમારીથી પીડિત આ શહેર સારવારથી વંચિત છે. 'આ ક્યારે વિખરાશે ભાઈ...' માથે હાથ મૂકીને ડ્રાઇવરે ફરિયાદ કરી.સાનીકાને આ દેકારો આ ઘોંઘાટ કદાપિ રાસ નથી આવ્યા. એને તો અમથો અવાજ પણ પસંદ નથી. 'આ ઘોંઘાટ...' એણે બારી બહાર ઘૃણાસ્પદ નજર કરી. એના ચહેરાનો રંગ ઉડી ગયો.(ટ્રાફિક કોને ગમે ? કોઈને નહીં !!!)'તમે આ રેડિયો બંધ કરશો ? પ્લીઝ!' સાનીકાએ ડ્રાઇવરને વિનંતી કરી.'બેન...' ડ્રાઇવરે પાછું ફરીને આજીજી સહ જોયું.'હા, ઠીક છે.. ભલે ત્યારે સાંભળો' સાનીકા બારી