પહેલાં તો સુશીલનાં માતા - પિતાએ એકબીજાં સામે જોયું પછી કમલેશ અને માયા સામે જોયું. ને સુશીલનાં પિતાએ વાત કહેવાની શરૂ કરી."એમાં એવું છે ને કે કમલેશભાઈ, તમારાં ઘરેથી આવ્યા પછી સુશીલે અમને એક વાત જણાવી છે. જે કહેવા માટે અમારે તમને અહીં તાત્કાલિક બોલાવવા પડ્યાં છે." થોડું ગંભીર મોઢું કરી સુશીલનાં પિતા બોલ્યાં."કઈ વાત?" કમલેશ જરા દબાયેલા સ્વરથી બોલ્યો."એ જ કે પ્રિયા....." આટલું બોલી અટકી ગયાં ને સુશીલની માતા સામે જોઈ બોલ્યાં, "તું હવે આગળ બોલ."આ સાંભળી કમલેશ અને માયા એકબીજાંની સામે જોવા લાગ્યાં. એ લોકોનાં મોઢાંનાં હાવભાવ ચિંતાજનક જણાતા હતાં."અમને એવું હતું કે અમારી પસંદ એ જ સુશીલની પસંદ