પ્રેમનો બદલાવ - 1

(20)
  • 4.3k
  • 7
  • 1.7k

પ્રેમનો બદલાવ 2099 ની સાલનો આખરી દિવસ હવે બે દિવસ દૂર હતો! આજે 29 ડિસેમ્બરનો દિવસ હતો ને અબીર આજે પણ એટલો જ દુઃખી હતો જેટલો એને સમજ આવી ત્યારે હતો. અબીર એક ધનાઢ્ય શેઠનો એકના એક દીકરો હતો. અબીર ને જે એક વખત જોઈ લે તે બીજી વખત અબીર સામે જોવું પણ પસંદ કરે નહિ! અબીર નો દેખાવ તો કોઈ રાજકુંવર થી કમ ન હતો પણ અબીર નું અંતર્મુખી પણું તેને અમિરમાંથી એક જ પળમાં રંક બનાવીને છોડી મૂકતું હતું. અબીર નો ચહેરો ઉપરથી ભરાવદાર અને નીચે થી થોડો ચપટો હતો. તેની આંખો ઘેરા કથ્થઈ રંગની હતી