લોકડાઈન

  • 3k
  • 1
  • 938

વિશ્વ આખું એક ભયના વાદળો નીચે દટાયેલું હતું. સૂર્યના તેજોમય કિરણો આખા વિશ્વ પર અવિરત પ્રકાશ પાથરી રહ્યા હોવા છતાં અંધકારની પ્રતીતિ થઇ રહી હતી. પ્રકૃતિ ના નિયમો સાથે ખીલવાડ કરનારો માણસ આજ સ્તબ્ધ થઈ ને ઘરમાં પુરાય રહ્યો હતો. નિફટી, સેન્સેક્સ, આયાત- નિકાસ આ બધા આગ લાગ્યા બાદ અલિપ્ત થતા ધૂમાળાની માફક અદ્રશ્ય થઈ ગયા હતા. વિશ્વ આખામાં ચર્ચાસ્પદ ઇકોનોમી ચોપડાના હાંસિયામાં ગોઠવાઈ ગઈ હતી.આગ ઝરતી સોનાની તેજી અને ક્રૂડ ઓઈલની રોજ ની ચાલ ચલગતને લકવો લાગી ગયો હતો. રોજ રોજ કોઈ ને કોઈ કારણો સર નવા નવા કપડાનો, સ્ટાઇલોમાં મફત પ્રસિદ્ધિ શોધતા, બનાવટી ચહેરા સાથેના કલાકારો