વિષકન્યા - 2

(24)
  • 5.1k
  • 1
  • 2.8k

। પ્રકરણ : 2 । રોમા અને વિશાખા ભલે બંને બહેનો હતી , ભલે વિશાખા મોટી હતી અને રોમા નાની હતી –પણ હતી તો એકબીજાની હમશક્કલ ..! બંનેને સામ સામે ઉભી રાખી હોય અને વચ્ચે આદમકદનો આયનો મૂકી દેવામાં આવ્યો હોય –એમ એક બીજાનું પ્રતિબિંબ..! નાકનકશો , ચહેરાના વળાંકો , આંખોના ગોળાર્ધો ... ગાલ , હોઠ ... હડપચી ..ગરદનની લંબાઇ પણ એક સરખી ..! ગરદન ઘુમાવવાની રીત પણ એક સરખી ..! તફાવત હોય તો માત્ર તેમની વિચારસરણીમાં જ હતો .વિશાખા ભારતીય સંસ્ક્રુતિનું પ્રતિક હતી , હંમેશાં સાડીમાં જ લપેટાયેલી રહેતી , જરૂર પડે ત્યાં લાજનો ઘુમટો તાણી રસ્તાની એક બાજુ