Part - 6 એક દિવસ સાંજે નેહા અને દિપક પોતાનાં ગાર્ડનમાં ઝૂલાં પર બેઠાં હતાં ત્યારે નેહાએ પૂંછ્યું, "દિપક તેં પપ્પાને વાત કરી?" "શાની?" "આપણાં માટે બીજું ઘર લેવાની?" "નેહા હું મમ્મી-પપ્પાને એકલાં નહિ મૂકી શકું?" "મમ્મી-પપ્પા એકલાં ક્યાં રહેશે?આપણે ચોવીસ કલાક માટે એક બાઈ રાખી દેશું ને." દિપકને લાગ્યું કે નેહા સમજાવવાથી સમજશે નહિ.અત્યારે વાતને વધુ ખેંચવી એને યોગ્ય ન લાગી. "સારું હું મોકો જોઈ પપ્પા સાથે વાત કરી લઈશ."દિપકે હાલ પૂરતી વાત ટાળવા માટે કહી દીધું. "સાચે જ."નેહા ખુશ થતાં થતાં બોલી. નેહા જરા પણ એડજેસ્ટ ન કરી શક્તી હોવાની વાતને લીધે દિપક