પ્રેમ-એક એહસાસ - 3

(28)
  • 3.2k
  • 3
  • 1.6k

Part 3 પ્રીતિનાં લગ્ન થઈ ગયાં.પ્રીતિ સાસરે જતી રહી.ઓફિસનાં બૉસ,સ્ટાફ મેમ્બર્સ બધાં જ પ્રીતિનાં લગ્નમાં હાજર હતાં. સાદગીથી પણ સારી રીતે પ્રીતિનાં લગ્ન થઈ ગયાં.પ્રીતિનાં માતા-પિતાની પણ ચિંતા હળવી થઈ ગઈ.'છોકરી તો સાસરે જ શોભે.' એવું એમનું મંતવ્ય હતું.   પ્રીતિ સાસરે આવી ગઈ.આમ તો સુખી હતી.પણ…...ઘરમાં એને રાચતું નહિ.હર્ષ સવારથી જાય ને રાતનાં મોડા ઘરે આવે.અંદરો અંદર એક અજીબ અકળામણ થતી હતી.સાસરે બધાં લોકો સારાં હતાં પણ પ્રીતિને એ લોકોનાં વિચારોમાં જરા જુદાંપણું લાગતું હતું.હર્ષને મોડા આવવાનું કારણ પૂછતી તો સીધો જવાબ ન મળે.એકવાર પ્રીતિ એ હર્ષ પાસે આવીને કહ્યું,   "હું મારાં માટે નોકરી શોધી લઉં?"   "ના