પ્રેમ-એક એહસાસ - 2

(30)
  • 3.7k
  • 2
  • 1.7k

Part 2 દિપક નેહા પાસે આવી હાથ ખેંચીને ગરબા રમવા લઈ જાય છે.દિપકનાં આવાં અચાનક વર્તનથી નેહાનો ગુસ્સો પણ પીગળી જાય છે.બંને મોજ-મસ્તી થી એકબીજાં જોડે ગરબા રમે છે.નવરાત્રિ દરમ્યાન સાથે ગરબા રમતાં-રમતાં પાછાં એકબીજાની નજીક આવી જાય છે. બંને વચ્ચે જે અંતર હતું એ દૂર થઈ ગયું.   'કોલેજ પતે ત્યાં સુધી હું મમ્મીને ખબર જ નહિ પડવા દઈશ.ગ્રેજ્યુએશન કર્યા પછી મમ્મીને મનાવી લઈશ.'એવું દિપકે મનોમન વિચારી લીધું હતું.   આ બાજુ પ્રીતિનાં જીવનમાં નવરાત્રિમાં ગરબા રમવા માટેનો ઉત્સાહ કે ઉમંગ જેવું કંઈ હતું જ નહિ.પોતાનું ભણવાનું કરે,ટ્યુશન લે એ છોકરાઓને ભણાવે.બસ કોલેજનાં ત્રણ વર્ષ એણે આવી રીતે જ