આભનું પંખી - 7

  • 2.9k
  • 1.2k

પ્રકરણ -૭ હોસ્પીટલનું વાતાવરણ એવું હોય છે કે સાજો સારો માણસ. માંદગીનો અનુભવ કરવા લાગે છે. દવાની વાસ.. સફેદ કપડામાં ફરતી નર્સો.. સ્ટ્રેચર લઈ આંટા મારતા વોર્ડબોય, ભારેખમ વાતાવરણ.. જીવ મુંજાઈ જાય... માધવ અને મીરા નર્સિંગહોમમાંથી બહાર આવ્યા. મિત્રો ગાડીમાં તેમની રાહ જોતા હતા. બંને ગાડીમાં બેઠા.  ક્યાં જઈએ છીએ હવે.. ? રીવર ફ્રન્ટ .. દીપકે ગાડી ચાલુ કરી. "કેમ છે તારા બનેવીને હવે.. ?" "ઠીક છે. પગ તો વધારે ન કાપવો પડ્યો. પણ હજુ ટાંકા લીધા નથી. ડોક્ટર કહે છે રૂઝ આવે પછી પગ પેક કરશે. દિલ્લી હજુ ઘણી દૂર લાગે છે. " "ડાયાબિટીક પેશન્ટનો એજ પ્રોબ્લેમ.. શરીરના અંગો