આભનું પંખી - 6

  • 3.5k
  • 1.2k

પ્રકરણ -૬ સવારે પરવારી મીરા હોસ્પિટલ પહોંચી.. વૈદેહી બધી તૈયારી કરીને જ આવી હતી. “બા.. ?”  “ બા ઘરે જ છે.. અત્યારે ખોટો ધક્કો શું ખાય. સાંજના ઓપરેશન પતે પછી ફોન કરીશ. આશુને જે ખાવાનું હશે તે પ્રમાણે બનાવીને લેતા આવશે. ” પલાશ અને સેજલ દુબઈ ગયા પછી તેમનો રૂમ ખાલી થયો હતો તેમાં એક પેઈંગ ગેસ્ટ રાખી લીધી હતી.. પલ્લવી.. મહિનાના દસ હાજર ભાડુ મળતું.. થોડી ઘણી રાહત થઈ જતી. ખાસ તો બા ઘરે એકલા છે.. એવી ચિંતા પણ રહેતી નહીં. છોકરી સારી હતી. બાનું ઘણું ધ્યાન રાખતી.  "બાનું શરીર સારું ચાલે છે,આ ઉંમરે. એકલા બધે આવી જઈ શકે