આભનું પંખી - 1

  • 4.8k
  • 1.7k

પ્રકરણ-1 અહમદાવાદ શહરની એક ખુશનુમાં સવાર.. શિયાળાની ઠંડક હવામાં ભળેલી હતી. સવારનો કુણો તડકો હવાને ગરમ કરવાના પ્રયત્નમાં હતો. એરપોર્ટ પર ચહલપહલ ઓછી હતી. વૈદેહીએ ટ્રોલી આગળ સરકાવી. ચેકિંગ કાઉન્ટર ખાલી જ હતું.  "આટલી ઉતાવળ કેમ કરે છે. ?હજુ તો વાર છે ફ્લાઈટને. પહેલા કોફી પી લઈએ. " "કાઉન્ટર ખાલી છે તો પહેલા ચેકઇન કરી લઈએ. આ સામાનથી મુક્તિ મળેને. પછી શાંતિથી કોફી પીએ. " આશુતોષે માથું હલાવ્યું. ટ્રોલીને ખેંચતો કાઉન્ટર સુધી લઇ ગયો. બેગ ઊંચકી બેલ્ટ પર મૂકી. "કેટલી વજનદાર છે. શું ભર્યું છે.. ?" વૈદેહી હસી. 'પથરા'.. પણ બોલી નહીં. આશુતોષને અત્યારે વધારે ગુસ્સે નથી કરવો. આમેય ભારેલો