આવજે - 1

  • 2.9k
  • 860

*આવજે* 1. ધૂન આવજે... આવજે... બસ સ્ટેશનની બહાર ટેક્ષીની રાહ જોતી ઊભેલી સાનીકાના કાને શબ્દો અથડાયા. આવજે...આવજે... પાછું વળીને જોયું તો વળાંક લેતી બસની બારીમાંથી એક છોકરી સામેની બાજુ ઊભેલી એક આધેડ વયની સ્ત્રીને હાથ ઊંચો કરીને આવજે કહી રહી હતી. આવજે... જતી વેળાએ કહેવામાં આવે છે કે આવજે. હું જાઉં છું તું આવજે... કે તું અત્યારે ભલે જાય છે પણ પછી આવજે... આ આવજે શબ્દ દ્વારા સમજાય છે કે આવવાનું મહત્વ આવતી વખતે જેટલું નથી હોતું એટલું જતી વખતે હોય છે. સાનીકાને