થોડાંક દિવસ પછી… “અયાન લેખક બનવાની તૈયારી કરતો હતો… લેખક લખવા માટે હંમેશા શાંત વાતાવરણ હોય એવી જગ્યા પસંદ કરે છે. તો લાવને જે પુસ્તકાલયમાં મળ્યા હતા ત્યાં જ જઈ આવું… કદાચ ત્યાં જ મળી જાય…”અનન્યા તેના ઘરે બારીમાં બેઠા-બેઠા વિચારે છે. અનન્યા પુસ્તકાલયમાં તો આવી ગઈ. અંદર પ્રવેશતાની સાથે જ પોતાની નજર ચારેય બાજું ફેલાવી પણ ક્યાંય અયાન જોવા મળ્યો નહીં. “Hello Sir… આ છોકરાને તમે ઓળખો છો? એ અહીંયા ક્યારે આવે છે? તમને કંઈ ખબર છે આનાં વિશે?” અનન્યાએ અયાનનો ફોટો બતાવતાની સાથે જ પુસ્તકાલયના સરને પૂછ્યું. “હા… આ છોકરાને મેં બે-ત્રણ વખત અહીંયા જોયો છે… પણ હમણાં થોડા દિવસથી અહીંયા દેખાયો