ભાગ-3 મન્વયે તે ડોન જાનભાઇની તપાસ કરવાની શરૂ કરી દીધી હતી.તે યુનિફોર્મ વગર સાદા કપડામાં તેને ખબર મળી હતી તે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી.તેમ જ સાંજના સમયે તે શહેરના જુના ગેરેજની તપાસ કરી રહ્યો હતો. બરાબર તે જ સમયે ઓફિસથી પાછી ફરી રહેલી મનસ્વીનું એકટીવા બંધ થઇ ગયું.તે સાઇડમાં ઊભી રહી અને એકટીવા ચાલું કરવાની કોશીશ કરી. "અરે યાર,મારો તો સમય જ ખરાબ ચાલી રહ્યો છે.પહેલા પ્રમોશન ગયું પછી મારો બેડરૂમ ગયો અને હવે આ એકટીવા પણ.હે ભગવાન.મે શું બગાડ્યું છે કોઇનું તો મારી સાથે આવું થાય છે. મારો એક માત્ર સપોર્ટ મારી મમ્મી પણ મારાથી દુર થઇ