જવાનસંગે આજ જાહેર કરી જ દીધું કે મંદિરનું નિર્માણ થયું છે એની પ્રાણપ્રતિષ્ઠા જે દિવસે થાય એ જ દિવસે એ વિધવાઓને કેદમાંથી આઝાદ કરશે. આ તો જવાનસંગ છે એના મતલબ માટે એ કાંઈ પણ કરી શકે એમ છે. નવરાત્રિ પૂરી થાય ને તરત જ દશેરાનું મોટો સમારંભ યોજવાનું નક્કી થયું છે. આખા નગરમાં તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આસપાસના તમામ ગામના લોકોને આમંત્રણ આપવા જુવાનસંગે માણસો દોડાવ્યા છે. બાકી બધી દેખરેખ નારદ અને ચતુર જ સંભાળે છે. નારદને બધી વિધવાઓને મંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમયે ત્યાં હાજર કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. કાગડોળે બધા દશેરાના દિવસની રાહ જોઈ