પતિ પત્ની અને પ્રેત - ૧૦

(80)
  • 7.8k
  • 2
  • 3.7k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦નાગદા જાણતી હતી કે વિરેન ઇજાગ્રસ્ત છે, એના શરીરમાં હજુ દુ:ખાવો છે. તે સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધી રાહ જોવાનો સમય ન હતો. પોતાની કામુક અદાઓથી તેને વશમાં કરી લેવાનો હતો. જયારે ખબર પડી કે વિરેન અકસ્માતમાં તેની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે ત્યારે તે વધારે ખુશ થઇ હતી. હવે વિરેન પોતાના પર આધારિત હતો. પોતે જે કહે એ એણે માની લેવાનું હતું. તેના માટે પોતાનો આશય પૂરો કરવાનું સરળ બની ગયું હતું. પોતે જે કહેશે એ વાત વિરેન સ્વીકારી લેવાનો હતો. વિરેન તેના પર મોહિત થઇ રહ્યો હતો. પોતાની કાયાને શસ્ત્ર બનાવીને નાગદા આજે કામ