“તો, આવતા શુક્રવારે રિશફલિંગમાં જવાના છો એમને?”“હા, કેમ તું નથી આવાનો?”“ના, હું તો જાઉં છું, physio conphysics માટે ચાંગા. કેતનભાઈ આવેલા ક્લાસમાં પૂછવા, તો મેં મારુ નામ નોંધાઈ દીધું.”“તને ખબર છે એ દિવસે આપડો એનાટોમી નો viva પણ છે?”“હેં? મને નથી ખબર. એવું કહીં દઈશ કે હું તો રિશફલિંગમાં ગયો હતો એટલે viva નઈ આપ્યા.” પોતાનું બહાનું તુરંત જ બનાવી ને એ ખુશ થઇ ગયો.'આહા! બો ભારે'।“તો તમે પણ નઈ આપો viva ?” બંને આંગળીઓ ક્રોસ કરીને એને સવાલ પૂછ્યો. કાશ! એ એવું બોલે કે VIVA જ આપીશ અને રેશફલિંગમાં ના જાઉં. “જોઈએ હવે”. “મારે આજે કૉલેજ જવું જ નથી, એને તો શાયદ બીજે મળી ગયું હશે” ઉઠતાવેંત જ આકાશ બબડ્યો. “ઓહ યાર ,પેલી ક્લાસ મોનીટર ચાંપલી થઇ જશે તો ખોટી પનીશમેન્ટ મળશે, જવું તો પડશે જ” મન વગર જ ઉઠીને નાહવા જવાની તૈય્યારી કરતાં આકાશ રેડિયો ચાલુ કરીને બાથરૂમમાં ગયો.“તો કેવી રહી તમારી conphycs?”“ઠીક” .“શું થયું મૂડ ખરાબ છે કે શું?”અચાનક એવું પૂછનારની તરફ એણે મોઢું કર્યું, જોઈને તરત જ આકાશના મોઢાં પર સ્મિત અને આંખમાં ચમક આવી ગઈ. એની ખુશી ફૂલી નહોતીસમાતી. એને ગળે લગાવી દેવાની એને ઈચ્છા થઇ ગઈ. એને આજે વિશ્વાસ થઇ ગયો હતો કે ભગવાન સાચા દિલથી કરેલી પ્રાર્થના અચૂક સાંભળે છેઅચાનક એનું મૂડ બદલાતું જોઈને ધરાને જરા નવાઈ લાગી પણ એ કાંઈ બોલી નઈ।“ના તો કેટલી મજા પડી conphycsમા તો , તમારે બી આવા જેવું હતું. થોડુંક એકલું લાગતું હતું કેમકે આપડા ક્લાસમાંથી એકલો જ હતો, એટલે SENIORSનું માથું ખાધું.”“પહેલા કે'તો તો આવતી, તે મને પૂછ્યું જ ની.”“ઓહ ! હા શું થયું તમારા રિશફલિંગનું?”“હું ગઈ જ નો'તી”“કેમ ?”“એમજ મન ની થયું એ દિવસે”“અચ્છા સારું કે'વાય, તો પછી VIVA?”“ખબર ની આજે ખબર પડશે પાસ થયા કે ની”“શું લાગે છે તને ?”“કાંઈ ની પાસ થવાના ચાન્સીસ